છત્તીસગઢ અને ઓડિશા સરહદ પર ગઈકાલે રાત્રે પોલીસ તેમજ કેન્દ્રીય અનામત પોલીસ દળ- CRPFની ટુકડીએ સંયુક્ત અભિયાનમાં ઓછામાં ઓછા 14 માઓવાદી ઠાર કર્યા છે. આમાં નક્સવાદીઓની કેન્દ્રિય સમિતિનો કુખ્યાત સભ્ય જયરામ ઉર્ફે ચલપતિ પણ ઠાર મરાયો છે. તેની ઉપર 1 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું.અમારા પ્રતિનિધિએ જણાવ્યું કે, કુલ્હાડીઘાટના વન્ય વિસ્તારમાં માઓવાદીઓ છૂપાયાની માહિતી મળી હતી. સુરક્ષા દળના જવાનોએ ઘટનાસ્થળ પર એક સેલ્ફ લેન્ડિંગ રાઈફલ સહિત મોટી સંખ્યામાં હથિયાર, દારૂગોળા, IED વિસ્ફોટક કબજે કર્યા હતા. આ વિસ્તારમાં મોટા પાયે તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
Site Admin | જાન્યુઆરી 21, 2025 2:08 પી એમ(PM) | CRPF
છત્તીસગઢ અને ઓડિશા સરહદ પર કેન્દ્રીય અનામત પોલીસ દળ – CRPFની ટુકડીએ 14 માઓવાદી ઠાર કર્યા
