છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથે ચાલી રહેલી અથડામણમાં ઓછામાં ઓછા 12 માઓવાદીઓ માર્યા ગયા છે. બીજાપુર જિલ્લામાં તેલંગાણા સરહદ પર દક્ષિણ બસ્તરના જંગલોમાં ગઇકાલે સવારથી આ અથડામણ ચાલી રહી છે.
આ વિસ્તારમાં મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, કોબ્રા બટાલિયન અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડની સંયુક્ત ટીમ દક્ષિણ બસ્તરના જંગલોમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી.
ગઇકાલે સવારથી સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે સમયાંતરે ગોળીબાર ચાલુ છે. બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અને સીઆરપીએફ આઈજી સમગ્ર કામગીરી પર નજર રાખી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કામગીરીમાં માઓવાદીઓને મોટું નુકસાન થયું છે.
Site Admin | જાન્યુઆરી 17, 2025 9:29 એ એમ (AM) | Akashvani | akashvaninews | Chhattisgarh | CRPF | India | Maoists | news | newsupdate | topnews | છત્તીસગઢ | ભારત | માઓવાદીઓ | સીઆરપીએફ
છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 માઓવાદી માર્યા ગયા
