છત્તીસગઢમાં મોડી રાત્રે થયેલા માઓવાદી હુમલામાં વિશેષ કાર્યદળના બે જવાન શહીદ અને ચાર જવાન ઇજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિશેષ કાર્યદળ રાજ્યના બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદ પાસે માઓવાદીઓ વિરુદ્ધ તપાસ અભિયાન ચલાવી રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. માઓવાદીઓએ અચાનક હુમલો કરીને I.E.D વિસ્ફોટ કર્યો હતો.. ઘાયલ જવાનોને સારવાર માટે વિમાન માર્ગે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
Site Admin | જુલાઇ 18, 2024 2:16 પી એમ(PM) | છત્તીસગઢ
છત્તીસગઢમાં મોડી રાત્રે થયેલા માઓવાદી હુમલામાં વિશેષ કાર્યદળના બે જવાન શહીદ અને ચાર જવાન ઇજાગ્રસ્ત થયા
