ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 21, 2025 8:07 પી એમ(PM) | છત્તીસગઢ

printer

છત્તીસગઢમાં નકસલવાદીઓને ઠાર કરવાની ઘટનાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૌથી મોટી સફળતા રૂપ ગણાવી

છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 14 જેટલા નકસલવાદીઓ ઠાર કર્યા હતા. આ અંગે બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સલામતી દળોને મળેલી આ સફળતાને નક્સલવાદને વધુ એક મોટા ફટકા સમાન ગણાવી છે. ગૃહમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું કે “નક્સલવાદને બીજો મોટો ફટકો. આપણા સુરક્ષા દળોએ ભારતને નક્સલમુક્ત બનાવવાની દિશામાં મોટી સફળતા મેળવી છે. ઓડિશા-છત્તીસગઢ સરહદ પર સીઆરપીએફ, એસઓજી ઓડિશા અને છત્તીસગઢ પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં 14 નક્સલીઓને ઠાર માર્યા. નક્સલ મુક્ત ભારત માટેના આપણા સંકલ્પ અને સુરક્ષા દળોના સંયુક્ત પ્રયાસોને કારણે, આજે નક્સલવાદ તેના અંતિમ શ્વાસ લઈ રહ્યો છે.છત્તીસગઢ-ઓડિશા સરહદ પર છત્તીસગઢના ગરિયાબંધ જિલ્લાના ભાલુ ડીગ્ગી જંગલમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં 14 નક્સલીઓ માર્યા ગયા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તેમાં એક કરોડ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલી જયરામ ઉર્ફે ચલપતિ પણ માર્યો ગયો

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ