છત્તીસગઢમાં એન્કાઉન્ટર બાદ, સુરક્ષા દળોને ઘટનાસ્થળેથી 12 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ માઓવાદીઓમાં 5 મહિલા માઓવાદીઓનો પણ સમાવેશ થાય છે. આ એન્કાઉન્ટર ગુરુવારે બીજાપુર જિલ્લાના પામેડ અને બાસાગુડા વિસ્તારોમાં થયું હતું.આ વિસ્તારમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે દિવસભર ગોળીબાર ચાલ્યો હતો. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ઇન્સ્પેક્ટર જનરલ રાકેશ અગ્રવાલે જણાવ્યું હતું કે,
આ ઓપરેશનમાં CRPF, કોબ્રા બટાલિયન, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમો સામેલ હતી.
Site Admin | જાન્યુઆરી 18, 2025 8:54 એ એમ (AM) | છત્તીસગઢ