છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, અથડામણ સુકમા અને બિજાપુર જિલ્લાની સરહદો પર જંગલમાં એ સમયે શરૂ થઈ, જ્યારે સુરક્ષાકર્મીઓની એક સંયુક્ત ટુકડી નક્સલવિરોધી અભિયાન પર નીકળી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, અથડામણમાં ત્રણ માઓવાદી ઠાર મરાયા છે. આ અભિયાનમાં જિલ્લા અનામત દળ, વિશેષ કાર્યદળ અને કોબરા ટુકડીના જવાન સામેલ છે. હાલમાં મળતા અહેવાલ મુજબ અથડામણ ચાલુ હતી.
Site Admin | જાન્યુઆરી 9, 2025 7:14 પી એમ(PM) | છત્તીસગઢ