છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણમાં આઠ માઓવાદીઓ માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર જિલ્લાના ગંગલુર વિસ્તારમાં માઓવાદીઓની હાજરી અંગે માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોની સંયુક્ત ટીમે શોધ અભિયાન શરૂ કર્યું હતું.
બંને બાજુથી ગોળીબાર થયા બાદ ઘટનાસ્થળેથી આઠ નક્સલીઓના મૃતદેહ, રાઇફલ અને ગ્રેનેડ મળી આવ્યા હતા. છેલ્લા સમાચાર મળ્યા ત્યાં સુધી આ વિસ્તારમાં શોધ અભિયાન ચાલુ છે.
Site Admin | ફેબ્રુવારી 2, 2025 9:00 એ એમ (AM) | છત્તીસગઢ
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણમાં આઠ માઓવાદીઓ માર્યા ગયા હતા.
