છત્તીસગઢના પ્રખ્યાત હિન્દી કવિ અને લેખક વિનોદ કુમાર શુક્લાને આ વર્ષનો સૌથી મોટો સાહિત્યિક સન્માન, જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે.
શ્રી શુક્લા છત્તીસગઢની રાજધાની રાયપુરમાં રહે છે અને તેમનો જન્મ ૧ જાન્યુઆરી, ૧૯૪૭ના રોજ રાજનાંદ ગામમાં થયો હતો. તેઓ છેલ્લા 50 વર્ષથી સાહિત્યિક લેખનમાં રોકાયેલા છે. તેમનો પહેલો કાવ્યસંગ્રહ ” લગભગ જય હિંદ” ૧૯૭૧ના વર્ષમાં પ્રકાશિત થયો હતો. તેમની નવલકથાઓ “નૌકર કી કમીઝ”, “ખિલેગા તો દેખેંગે” અને “દિવાર મેં ખીડકી” શ્રેષ્ઠ હિન્દી નવલકથાઓમાંની એક માનવામાં આવે છે. આ ઉપરાંત, તેમના વાર્તા સંગ્રહો “પેડ પર કમરા” અને “મહાવિદ્યાલય” પણ ચર્ચામાં રહ્યા છે. તેમની કવિતાઓમાં, “વહ આદમી ચલા ગયા, નરમ ગરમ કોટ પહનકર”, “આકાશ ધરતી કો ખટખટાતા હૈ” અને “કવિતા સે લંબી કવિતા” ખૂબ જ લોકપ્રિય થઈ છે. શ્રી શુક્લાએ બાળકો માટે પુસ્તકો પણ લખ્યા છે. તેમના પુસ્તકોનો ઘણી ભાષાઓમાં અનુવાદ પણ થયો છે.
જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરવા પર વિનોદ કુમાર શુક્લાએ કહ્યું કે આ એક મોટો પુરસ્કાર છે અને આ પુરસ્કાર તેમને તેમની જવાબદારીનો અહેસાસ પણ કરાવે છે.
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ જ્ઞાનપીઠ પુરસ્કારની જાહેરાત પર વિનોદ કુમાર શુક્લાને અભિનંદન પાઠવ્યા છે.
Site Admin | માર્ચ 22, 2025 8:20 પી એમ(PM)
છત્તીસગઢના પ્રખ્યાત હિન્દી કવિ અને લેખક વિનોદ કુમાર શુક્લાને આ વર્ષનો સૌથી મોટો સાહિત્યિક સન્માન, જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે.
