છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સલામતી દળોએ કરેલી કાર્યવાહીમાં પાંચ માઓવાદીઓ ઠાર થયા છે. સરહદ સલામતી દળ, ખાસ કાર્યદળ અને જિલ્લા અનામત દળના જવાનોએ અગાઉ મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી.
સલામતી દળના જવાનોને ઘટના સ્થળેથી માઓવાદીઓના મૃતદેહો ઉપરાંત મોટી સંખ્યામાં શસ્ત્રો મળી આવ્યા છે. આ અથડામણમાં સલામતી દળના બે જવાનોને ઇજા થઈ છે.
Site Admin | નવેમ્બર 16, 2024 6:53 પી એમ(PM) | માઓવાદી
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સલામતી દળોએ કરેલી કાર્યવાહીમાં પાંચ માઓવાદીઓ ઠાર થયા
