છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 28 માઓવાદીઓ માર્યા ગયા છે. દક્ષિણ અબુઝમાદ વિસ્તારમાં ગઈકાલે માઓવાદીઓની હાજરી વિશે માહિતી મળતાં સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટુકડીએ ગોવેલ, નેંદુર અને થુલથુલી વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન નેંદુર-થુલથુલીના જંગલમાં માઓવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ 28 જેટલા માઓવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષાકર્મીઓએ ઘટનાસ્થળેથી માર્યા ગયેલા માઓવાદીઓના મૃતદેહ કબજે કર્યા છે.
ઘટના સ્થળેથી એકે-47 સહિત અન્ય હથિયારો પણ મળી આવ્યા છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યાં સુધી આ વિસ્તારમાં હજુ પણ તપાસ અભિયાન ચાલી રહ્યું છે.
Site Admin | ઓક્ટોબર 5, 2024 10:05 એ એમ (AM) | માઓવાદી
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 28 માઓવાદીઓ માર્યા ગયા
