છઠ પૂજા પર્વની ઉજવણીનો આજે ત્રીજો દિવસ છે. શ્રધ્ધાળુઓ નદી કિનારે આવેલા વિવિધ છઠ ઘાટો ખાતે સૂર્યાસ્ત સમયે સૂર્યને અર્ધ્ય અર્પણ કરશે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જળાશયો, તળાવો અને પોતાનાં ઘરની છત પરથી ધાર્મિક વિધી કરશે. ચાર દિવસનો આ તહેવાર આવતી કાલે ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરીને સંપન્ન થશે.
નદી કિનારે શ્રધ્ધાળુની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને સમગ્ર બિહારમાં પૂરતી સલામતી વ્યવસ્થા કરવામાં આવી છે. પૂજા પૂર્ણ થાય ત્યાં સુધી ખાનગી હોડી ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છઠ પૂજા પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે. એક સંદેશામાં સુશ્રી મુર્મુએ જણાવ્યું છે કે, છઠ પૂજા ભારતનાં સૌથી જૂના તહેવારોમાંનો એક છે અને સૂર્યની આરાધના કરવાનો પ્રસંગ છે.
Site Admin | નવેમ્બર 7, 2024 10:11 એ એમ (AM)