છઠ અને અન્ય તહેવાર નિમિત્તે રેલવે વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે. લગભગ 20 વિશેષ ટ્રેન રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોના મુખ્ય રેલવે મથકથી દોડાવવામાં આવશે, જેમાં દરભંગા, રાંચી, પટના, કટરા, મુજફ્ફરપુર, બલિયા, કામખ્યા અને આઝમગઢ સામેલ છે.
ભારતીય રેલવે દર વર્ષે તહેવારો દરમિયાન લાખો મુસાફરોની સુવિધા માટે વિશેષ ટ્રેનનું સંચાલન કરે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 2 હજાર 800થી વધુ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. ગયા વર્ષે આ તહેવારો દરમિયાન અંદાજે સાડા ચાર હજાર વિશેષ ટ્રેનનું સંચાલન થયું હતું.
Site Admin | નવેમ્બર 3, 2024 2:00 પી એમ(PM) | ભારતીય રેલવે
છઠ અને અન્ય તહેવાર નિમિત્તે રેલવે વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે.
