ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 9, 2024 7:32 પી એમ(PM) | કપાસ

printer

ચોમાસામાં કપાસના ઊભા પાકમાં થતી ઇયળના સંકલિત વ્યવસ્થાપન અંગે ખેતીવાડી વિભાગ દ્વારા કેટલાક નિયંત્રણના ઉપાયો સૂચવવામાં આવ્યા

ચોમાસામાં કપાસના ઊભા પાકમાં થતી વિવિધ પ્રકારની ઇયળના સંકલિત વ્યવસ્થાપન અંગે ખેતીવાડી વિભાગ દ્વારા કેટલાક નિયંત્રણના ઉપાયો સૂચવવામાં આવ્યા છે.
લીલી ઇયળ કપાસના છોડની ટોચ પરનાં કુમળા ભાગ પર ઈંડા મૂકતી હોઇ, આવા ટોચના પાન ઉપર મુકાયેલા ઈંડા સહિતના પાન વીણી લેવા તેમજ ફુલોમાં ૫ થી ૧૦ ટકા જેટલું નુકશાન જોવા મળે તો લીંબોળીના મીંજમાંથી બનાવેલ દ્રાવણનો છંટકાવ કરવા સૂચના અપાઈ છે. ગુલાબી ઇયળના નિયંત્રણ માટે પાકના ૧૨૦ થી ૧૫૦ દિવસે નુક્શાન મુજબ સાયપર મેથ્રીન૧૦ ઇસી અથવા ફેન્વલરેટ ૨૦ ઇસી અથવા લેમ્ડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૧૦ મીલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ