ચોથી ભારત- યુરોપીયન સંઘ દરિયાઈ સુરક્ષા સંવાદ ગઇકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયમાં નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોના સંયુક્ત સચિવ મુઆનપુઈ સૈયાવીએ કર્યું હતું. યુરોપિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ યુરોપિયન વિદેશ કામગીરી સેવાના સુરક્ષા અને સંરક્ષણ નીતિના નિયામક મૈસીજ સ્ટેડઝેક દ્વારા કરવામાં આવ્યું હતું.
બંને પક્ષોએ સમાવિષ્ટ વિકાસ અને વૈશ્વિક સુખાકારી માટે અનુકૂળ સલામત અને સુરક્ષિત દરિયાઈ વાતાવરણ જાળવવાની રીતો પર ચર્ચા કરી. તેમણે દરિયાઈ ક્ષેત્રમાં ચાલી રહેલા પરસ્પર સહયોગ અને વ્યાપક દરિયાઈ સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક તંત્રને મજબૂત બનાવવાની રીતોની સમીક્ષા કરી. બંને પક્ષો ગેરકાયદેસર દરિયાઈ પ્રવૃત્તિઓનો સામનો કરવા, મહત્વપૂર્ણ દરિયાઈ માળખાગત સુવિધાઓનું રક્ષણ, પ્રાદેશિક ક્ષમતા વિકાસ અને ક્ષમતા નિર્માણ પ્રવૃત્તિઓ જેવા ક્ષેત્રોમાં સંયુક્ત પ્રયાસોને મજબૂત બનાવવા સંમત થયા.
Site Admin | માર્ચ 22, 2025 8:35 એ એમ (AM)
ચોથી ભારત- યુરોપીયન સંઘ દરિયાઈ સુરક્ષા સંવાદ ગઇકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી
