ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 17, 2024 7:44 પી એમ(PM)

printer

ચૈન્નાઇમાં યોજાયેલી સંરક્ષણ અંગેની સંસદિય સ્થાયિ સમિતિની બેઠકમાં દેશના દરિયાઇ કિનારા ક્ષેત્રની સલામતી અને ભારતીય તટરક્ષક દળની કામગીરીની સમીક્ષા કરવામાં આવી

ચૈન્નાઇમાં યોજાયેલી સંરક્ષણ અંગેની સંસદિય સ્થાયિ સમિતિની બેઠકમાં દેશના દરિયાઇ કિનારા ક્ષેત્રની સલામતી અને ભારતીય તટરક્ષક દળની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે.
શ્રી રાધા મોહન સિંહના વડપણ હેઠળના પ્રતિનિધિ મંડળ ધ્વારા આજે યોજાયેલી બેઠકમાં સંરક્ષણ મંત્રાલય અને ભારતીય તટરક્ષક દળના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
તટરક્ષક દળના મહાનિદેશક એસ. પરમેશે આ બેઠકમાં તટરક્ષક દળની કામગીરીની ક્ષમતા, દળ ધ્વારા હાથ ધરાયેલી વ્યુહાત્મક પહેલો અને દેશની દરિયા કિનારાની સલામતી સામેના પડકારોને પહોંચી વળવા તટરક્ષક દળની સજજતા અંગેની વિગતો આપી હતી.
તેમણે તટરક્ષક દળ પાસે દેખરેખ અને પેટ્રોલીંગ માટે ઉપલબ્ધ અદ્યતન સાધનો અને પધ્ધતિઓ તેમજ તટરક્ષક દળના જહાજોની સજજતા અંગેની માહિતી બેઠકમાં આપી હતી.
શ્રી પરમેશે ભારતીય જળ વિસ્તારમાં ગેરકાયદેસર થતી માછીમારી તેમજ માનવ તસ્કરીને રોકવા માટે તટરક્ષક દળ ધ્વારા લેવાયેલા પગલાઓની વિગતો આપી હતી.
સમિતિના સભ્યોએ તટરક્ષક દળની દેશના ૧૧ હજારથી વધુ કિલોમીટર લંબાઇ વાળા દરિયા કિનારાના તેમજ વેપાર માટે મહત્વના જળમાર્ગોના રક્ષણ માટે કરવામાં આવતી કામગીરી અંગે સંતોષ વ્યકત કરીને આ કામગીરીને બિરદાવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ