ચૈત્રી નવરાત્રિને ધ્યાનમાં રાખી યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. આગામી 30 માર્ચે ચૈત્ર સુદ એકમના દિવસે સવારે સવા નવ વાગ્યે ઘટસ્થાપન કરાશે, જેમાં સવારે સાતથી સાડા સાત વાગ્યા સુધી આરતી કરાશે. ભક્તો સાડા સાત વાગ્યાથી સાડા 11 સુધી દર્શન કરી શકશે.
ત્યારબાદ બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવાશે. ભક્તો સાડા 12 વાગ્યાથી સાડા ચાર વાગ્યા સુધી દર્શન કરી શકશે. ત્યારબાદ ભક્તો સાંજે સાતથી સાડા સાત વાગ્યા સુધી આરતી અને સાડા સાતથી નવ વાગ્યા સુધી દર્શનનો લ્હાવો લઈ શકશે તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.
Site Admin | માર્ચ 27, 2025 7:33 પી એમ(PM)
ચૈત્રી નવરાત્રિને ધ્યાનમાં રાખી યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.
