ચેસમાં, ભારતની કોનેરુ હમ્પીએ ન્યૂયોર્કમાં આયોજિત વર્લ્ડ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાં ઇન્ડોનેશિયાની ઇરેન સુકંદરને હરાવીને તેનું બીજું મહિલા ટાઇટલ જીત્યું છે. હમ્પીએ 11 રાઉન્ડમાંથી 8.5 અંકોસાથે ટૂર્નામેન્ટ સમાપ્ત કરીને જીત નિશ્ચિત કરી હતી. 37 વર્ષના ભારતના ટોચના ક્રમાંકિત શ્રી હમ્પી ચીનના જુ વેનજુન પછી એકથી વધુ વખત ટાઇટલ જીતનાર માત્ર બીજા ખેલાડી છે. ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર હમ્પીએ અગાઉ 2019માં જ્યોર્જિયામાં જીત મેળવી હતી. પુરૂષોમાં રશિયાના 18 વર્ષીય વોલોદર મુર્ઝિને ચેમ્પિયનશિપ જીતી છે.
Site Admin | ડિસેમ્બર 29, 2024 2:39 પી એમ(PM)