ભારતીય વાયુસેનાની 92મી વર્ષગાંઠની ઉજવણી ચેન્નાઈ ખાતે 72 ફાઈટર જેટ અને હેલિકોપ્ટરના ભવ્ય પ્રદર્શન સાથે શરૂ થઈ. 21 વર્ષ પછી આયોજિત આ શોએ લાખો દર્શકોને આકર્ષિત કર્યા. ભારતીય વાયુસેનાના લડવૈયા ચેતક, રાફેલ, ડાકોટા, હાર્વર્ડ, એમઆઈજી, જગુઆર પાંડિયન, સારંગ, સુર્યા કિરણ, નીલગીરી, કાર્તિકેય, ધનુષ, નામની રચનાઓ સાથે પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન, નાયબ મુખ્યમંત્રી ઉધયનિધિ સ્ટાલિન સહિત સંરક્ષણ દળોના ઉચ્ચ અધિકારીઓ હાજર છે. શહેરભરમાં 8 હજારથી વધુ પોલીસ ફરજ સાથે સુરક્ષા સઘન બનાવવામાં આવી છે.