ચૂંટણી પંચ આજે બપોરે રાજ્ય વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. ચૂંટણી પંચ જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરે તેવી શક્યતા છે.
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની સાથે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તાજેતરમાં જ ચૂંટણી પંચની ટીમે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની મુલાકાત લઈને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
Site Admin | ઓગસ્ટ 16, 2024 2:06 પી એમ(PM) | ચૂંટણી પંચ
ચૂંટણી પંચ આજે કેટલાંક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે
