ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ બેઠક માટે પેટાચૂંટણી માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. વિધાન પરિષદના સભ્યો રાજ્ય વિધાનસભામાં ચૂંટાવાના કારણે આ પાંચેય બેઠક ખાલી પડી છે. ચૂંટણીનું જાહેરનામું આ મહિનાની 10મી તારીખે બહાર પડશે. જ્યારે ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 17 માર્ચ રહેશે. મતદાન અને મતગણતરી 27 માર્ચે કરાશે.
Site Admin | માર્ચ 4, 2025 2:20 પી એમ(PM)
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ બેઠક માટે પેટાચૂંટણી માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો
