ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગ બદલ મળેલી ફરિયાદોના આધારે ભાજપ અને કોંગ્રેસને નોટિસ પાઠવી છે.
ચૂંટણી પંચે ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલિક્કાર્જુન ખડગેને અલગ અલગ નોટિસો પાઠવી છે. ચૂંટણી પંચે બંને પક્ષોને આ સોમવારે બપોરના એક વાગ્યા સુધીમાં વિધિવત પ્રતિભાવો આપવાનો બંને પક્ષોને નિર્દેશ આપ્યો છે.
ચૂંટણી પંચે આ વર્ષના મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રચારકો માટે જારી કરાયેલી સૂચનાઓ તેમજ આદર્શ આચારસંહિતાનું સંપૂર્ણ પાલન કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
Site Admin | નવેમ્બર 16, 2024 7:05 પી એમ(PM) | ચૂંટણી પંચ
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગ બદલ મળેલી ફરિયાદોના આધારે ભાજપ અને કોંગ્રેસને નોટિસ પાઠવી
