ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભાની ચુંટણીના જાહેર પ્રચારના સમયગાળા પછી મતદારોને મતદાન માટે અપિલના સંદેશા નહી મોકલવાની સુચના આપી છે. મુખ્ય ચુંટણી અધિકારી કે.રવી કુમારે બધા જ જીલ્લા વહીવટી તંત્રોને આ અંગે સુચના આપી છે. તેમણે કહયું કે, વિધાનસભાની બીજા તબકકાની ચુંટણી માટે જરૂરી મતદાર સ્લીપોની વહેંચણી પુર્ણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઝારખંડ વિધાનસભાની બીજા તબકકાની ચુંટણી માટે ર૦મી નવેમ્બરે મતદાન થશે અને ર૩મી એ મતગણતરી હાથ ધરાશે.
Site Admin | નવેમ્બર 17, 2024 7:41 પી એમ(PM)