ચૂંટણી પંચે આજે રાજ્યસભાની છ બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત કરી છે. ત્રણ બેઠકો આંધ્ર પ્રદેશની છે અને એક-એકઓડિશા, પશ્ચિમ બંગાળ અને હરિયાણાની છે. પેટાચૂંટણી માટેનું જાહેરનામું 3જી ડિસેમ્બરે બહાર પાડવામાં આવશે અને 10મી તારીખ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. 20મી ડિસેમ્બરે મતદાન અને મતગણતરી થશે. આંધ્રપ્રદેશનાં રાજ્યસભાનાં સભ્યો વેંકટરામન રાવ મોપીદેવી, બીડા મસ્તાન રાવ યાદવ, અને ર્રયાગાક્રિષ્નૈયા, ઓડિશાના સુજીત કુમાર, પશ્ચિમ બંગાળના જૌહરસરકાર અને હરિયાણાના ક્રિશનલાલ પંવારના રાજીનામાને કારણે આ બેઠકો ખાલી છે.
Site Admin | નવેમ્બર 26, 2024 6:25 પી એમ(PM)
ચૂંટણી પંચે આજે રાજ્યસભાની છ બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત કરી
