ચૂંટણી પંચે આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા સહકાર આપવા તમામ રાજકીય પક્ષોને અપીલ કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુએ કેન્દ્ર અને રાજ્ય અમલીકરણ એજન્સીઓને મુક્ત અને ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.
ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અને રાજ્ય પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના નોડલ અધિકારીને પણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના સરળ અને શાંતિપૂર્ણ સંચાલન માટે નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચ આજે રાજ્યના તમામ વિભાગોના કમિશનરો, ઝોનલ આઈજી, તમામ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીઓ, તમામ ડીઆઈજી અને તમામ પોલીસ અધિક્ષક સાથે સમીક્ષા બેઠક યોજશે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 10:41 એ એમ (AM) | ચૂંટણી પંચ
ચૂંટણી પંચે આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા સહકાર આપવા તમામ રાજકીય પક્ષોને અપીલ કરી
