ચીનના હુલનબર ખાતે રમાઈ રહેલી પુરૂષોની હૉકી એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી સ્પર્ધામાં ભારતે કૉરિયાને ત્રણ એકથી હરાવી સતત ચોથી જીત નોંધાવી છે. આ મેચમાં અરૈજીત સિંહ હુંડલ અને સ્કીપર હરમનપ્રીત સિંહે ગોલ કર્યા હતા. જ્યારે કૉરિયા તરફથી યાન્ગ જિહૂંએ એકમાત્ર ગોલ પેનલ્ટી કૉર્નર પર કર્યો હતો.ભારતે ગયા વર્ષના ઉપવિજેતા મલેશિયાને હરાવતા પહેલાં ચીન અને જાપાનને હરાવી સેમિ-ફાઈનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું હતું. હવે ભારત શનિવારે અંતિમ લીગ મેચમાં પાકિસ્તાન સામે રમશે.હાલમાં રાઉન્ડ-રોબિનમાં 6 ટીમની સ્પર્ધા રમાઈ રહી છે, જેમાં ટૉચની ચાર ટીમ 16 સપ્ટેમ્બરે સેમિ-ફાઈનલ માટે લાયક ઠરશે. જ્યારે ફાઈનલ મેચ 17મી સપ્ટેમ્બરે રમાશે.
Site Admin | સપ્ટેમ્બર 12, 2024 8:35 પી એમ(PM) | હૉકી એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી સ્પર્ધા