ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 5, 2025 2:09 પી એમ(PM)

printer

ચીનમાં ફેલાયેલા HMP વાયરસના પગલે તકેદારીના ભાગરૂપે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા પરીક્ષણ માટેની પ્રયોગ શાળાઓ વધારશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તેછેલ્લા કેટલાક અઠવાડિયામાં ચીનમાં ફેલાતા HMP વાયરસ પર નજીકથી નજર રાખી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફમેડિકલ રિસર્ચ – ICMR HMP વાયરસનું પરીક્ષણ કરવા માટે પ્રયોગશાળાઓની સંખ્યામાં વધારો કરશે અને સમગ્ર વર્ષ દરમિયાન વાયરસના વલણો પર દેખરેખ સુનિશ્ચિત કરશે.
મંત્રાલયે આ મુદ્દા પર વિચારણા કરવા માટે નવીદિલ્હીમાં આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકની અધ્યક્ષતામાં સંયુક્ત દેખરેખ જૂથની બેઠક બોલાવી હતી. આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક ડૉ. અતુલ ગોયલે લોકોને ખાતરી આપી છે કેવર્તમાન પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નથી અને લોકોએ સામાન્ય સાવચેતી રાખવાની જરૂર છે.
જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપે કહ્યું છે કે આ વાયરસ ભારત સહિત દુનિયાભરમાં પહેલાથી જ હાજર છે. તેમણેકહ્યું કે ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી અને ઈન્ફલ્યુએન્ઝા માટે ગંભીર શ્વસન બિમારીમાટે સર્વેલન્સ સિસ્ટમ્સ ભારતમાં ICMR અને IDSP નેટવર્ક દ્વારા પહેલાથી જ અસ્તિત્વમાં છે. આ બંને નેટવર્કોએ દર્શાવ્યું છે કેવાયરસના કેસોમાં કોઈ અસામાન્ય વધારો થયો નથી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ