ચીનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા માઓ નિન્ગે કહ્યું કે, ‘ચીને હૉંગકૉંગ મામલામાં હસ્તક્ષેપ કરવા બદલ અમેરિકી કર્મચારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.’ હૉંગકૉંગ વિશેષ વહીવટી ક્ષેત્ર સરકારના અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવવાની હાલની અમેરિકાની જાહેરાતના જવાબમાં બેઈજિંગમાં એક પત્રકાર પરિષદમાં ચીનનાં પ્રવક્તાએ આ મુજબ જણાવ્યું હતું.
માઓ નિન્ગે કહ્યું કે, ‘અમેરિકાએ ચીનની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કર્યો છે અને આંતર-રાષ્ટ્રીય કાયદાઓના સિદ્ધાંતો તથા આંતર-રાષ્ટ્રીય સંબંધોને નિર્ધારિત માપદંડોનું ઉલ્લંઘન કર્યું છે.’
Site Admin | ડિસેમ્બર 11, 2024 9:58 એ એમ (AM)