ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ભારતીય મૂલ્યો અને સંસ્કારોથી મહાન મનુષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે એમ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું. ગઈકાલે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે યુનિવર્સિટીના 15મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતે તેઓ ઉપસ્થિત રહ્યા હતા.“લર્ન, અનલર્ન અને રિલર્ન”ના અભિગમને સમજી તેને બાળકના ઉછેર માટે ઉપયોગ કરવા શ્રી પાનશેરિયાએ દરેક શિક્ષકને જણાવ્યું હતું. આપણા બાળકોને આવનારા વિકસિત ભારતના ભવિષ્ય માટે તૈયાર કરવા પડશે તેવું તેમણે ઉંમેર્યું હતું. આ પ્રસંગે બાળવિકાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ગાંધીધામની શ્રી સરસ્વતી શિશુ મંદિર બાલવાટિકાને શ્રી પાનશેરિયાના હસ્તે ‘ગીજુભાઈ બધેકા એવોર્ડ’ અને એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો.
Site Admin | ઓગસ્ટ 1, 2024 12:24 પી એમ(PM)