ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 27, 2025 8:07 પી એમ(PM)

printer

ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટ, એકથી પાંચ એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાતે આવશે.

ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટ, એકથી પાંચ એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાતે આવશે. તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. તેઓ આગ્રા, મુંબઈ અને બેંગલુરુની પણ મુલાકાત લેશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ”રાષ્ટ્રપતિ બોરિક પહેલી એપ્રિલે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે, જેમાં ભારત-ચીલી સંબંધોના તમામ પાસાઓ પર ચર્ચા કરાશે. પ્રધાનમંત્રી મહેમાનના માનમાં બપોરનું ભોજનનું આયોજન કરશે. આ પછી, રાષ્ટ્રપતિ બોરિક ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે ચર્ચા કરશે.
ચિલી લેટિન અમેરિકન ક્ષેત્રમાં, ભારતનો એક મહત્વપૂર્ણ વેપારી ભાગીદાર છે. 1947માં ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ખાસ દૂત મોકલનાર ચિલી એકમાત્ર દેશ હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ