ચિલીના રાષ્ટ્રપતિ, ગેબ્રિયલ બોરિક ફોન્ટે જણાવ્યું કે. ચિલીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે સમર્થન કર્યું છે. ચિલી એન્ડ ઇન્ડિયા-સાઇડ બાય સાઇડ ઇન ધ ગ્લોબલ સાઉથ વિષય પર 53મા સપ્રુ હાઉસ વ્યાખ્યાન આપતા રાષ્ટ્રપતિ ફૉન્ટે કહ્યું કેચિલી ભારત સાથે તેની ભાગીદારી વધારવા માંગે છે કારણ કે ત્યાં દ્વિપક્ષીય સહયોગ માટે વિશાળ અવકાશ છે. તેમણે કહ્યું કે ભારત ચિલીની વિદેશ નીતિની પ્રાથમિકતા છે. શ્રી ફોન્ટે જણાવ્યું, ટેકનોલોજીમાં ભારતનું નેતૃત્વ ચિલીના વિકાસ માટે સુસંગત છે.તેમણે ઉમેર્યું, ચિલીએ હંમેશા સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા માટે હાકલ કરી છે.
Site Admin | એપ્રિલ 2, 2025 7:50 પી એમ(PM)
ચિલીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે સમર્થન કર્યું
