રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ 2024-25 માટે ખેડુતો માટે બાગાયતી યોજનાઓના લાભ માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.આ યોજનાઓનો લાભ લેવા માટે વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેડૂતો ફળ પાકોના વાવતેર માટે 15 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે.ઉલ્લેખનીય છે કે, આઇ-ખેડૂત પોર્ટલ પર આંબા, જામફળ, કેળ (ટીસ્યુ), ટીસ્યુકલ્ચર ખારેક, નાળીયેરી, કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ), દ્રાક્ષ, કિવિ, દાડમ, લીંબુ, પપૈયા, સરગવા ઉપરાંત વધુ ખેતી ખર્ચ વાળા ફળ
પાકો સિવાયના ફળ પાકો, વાવેતર માટેની સામગ્રી, સહાય માટે અરજી કરી શકાશે.
Site Admin | જુલાઇ 17, 2024 8:05 પી એમ(PM) | આઇ-ખેડૂત પોર્ટલ | બાગાયતી યોજનાઓ