ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 28, 2025 6:59 પી એમ(PM)

printer

ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં દેશનો કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)વૃદ્ધિ દર 6.2 ટકા રહ્યો છે જે અગાઉના ક્વાર્ટરમાં 5.6 ટકા હતો

ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં દેશનો કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)વૃદ્ધિ દર 6.2 ટકા રહ્યો છે જે અગાઉના ક્વાર્ટરમાં 5.6 ટકા હતો. આ રીતે, ભારતે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકેનો પોતાને જાળવી રાખ્યો છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં દેશે 8.6 ટકાનો વિકાસદર નોંધાવ્યો હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પ્રથમ સુધારેલા અંદાજ મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં વાસ્તવિક GDP 6.5 ટકા વધવાનો અંદાજ છે. મંત્રાલયે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન વાસ્તવિક વૃદ્ધિ દર 9.2 ટકા નોંધાયો હતો, જે કોવિડ પછીના નાણાકીય વર્ષ 2022 સિવાય છેલ્લા 12 વર્ષમાં સૌથી વધુ છે. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે 12.3 ટકા, બાંધકામ ક્ષેત્રે 10.4 ટકા અને નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યવસાયિક સેવાઓ ક્ષેત્રે બે આંકડાની વૃદ્ધિ નોંધાવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ