ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 16, 2024 3:31 પી એમ(PM) | ગીર જંગલ

printer

ચાર મહિનાના વેકેશન બાદ આજથી ગીર જંગલ પ્રવાસીઓ માટે ફરી ખુલ્લૂ મુકાયું છે

ચાર મહિનાના વેકેશન બાદ આજથી ગીર જંગલ પ્રવાસીઓ માટે ફરી ખુલ્લૂ મુકાયું છે.પ્રથમ દિવસે જ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.આજે સવારે 6 વાગ્યે નાયબ વન સંરક્ષક મોહન રામે પ્રથમ જિપ્સીને લીલી ઝંડી આપી જંગલ સફારીનો પ્રારંભ કરાવ્યો હતો.પત્રકારો સાથેની વાતચીતમાં મોહન રામે કહ્યું કે લગભગ દિવાળી સુધી તમામ પરમીટ બૂક થઈ ગઈ છે.આ વખતે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં
રાખીને જંગલમાં સિંહ દર્શન માટે જતી તમામ જીપ્સી નવી ખરીદવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ચોમાસાના ચાર મહિના દરમિયાન પ્રજનન કાળનો સમય હોઈ વન વિભાગ દ્વારા 15 જૂનથી 15 ઑક્ટોબર દરમિયાન ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ