ચારધામ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ હવે ‘ઇ-સ્વાસ્થ્ય ધામ’ પોર્ટલની મદદથી આયુષ્યમાન
ભારત આરોગ્ય ખાતું ખોલાવી શકે છે.ઉત્તરાખંડ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘ઇ-સ્વાસ્થ્ય ધામ’ પોર્ટલ
શરૂ કરાયું છે. જે અંતર્ગત હવે ચારધામ જનારા શ્રદ્ધાળુઓના આરોગ્યનું નિરીક્ષણ કરાશે.
શ્રદ્ધાળુઓની સમગ્ર યાત્રાને સરળ અને આરોગ્યપ્રદ બનાવવાના હેતુથી આ પોર્ટલ શરૂ કરાયું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ઇ-સ્વાસ્થ્ય ધામ પોર્ટલ આભા સહિતના
વિવિધ લાભો પ્રદાન કરશે.
Site Admin | જુલાઇ 12, 2024 3:05 પી એમ(PM)