ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા 2025 માટે ગઈ કાલ સુધી સાડા સાત લાખથી વધુ યાત્રાળુઓએ આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરીને નોંધણી કરાવી છે. એક નિવેદનમાં, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે, આ પગલાથી નોંધણીનું ડુપ્લિકેશન થતું રોકવામાં મદદ મળશે અને આધાર આધારિત ડિજિટલ ચકાસણી નોંધણી પ્રક્રિયા ઝડપી બનશે.આધાર આધારિત ઓનલાઇન નોંધણીને કારણે સત્તાવાળાઓ યાત્રાળુઓની અવરજવર પર નજર રાખી શકે છે, મંદિરોમાં વધુ પડતી ભીડને ટાળવા માટે વધુ સારી રીતે તૈયારી કરી શકે છે અને ખાસ કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં હવામાન સંબંધિત માહિતીના પ્રવાહમાં સુધારો કરી શકે છે.ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ બોર્ડે આ યાત્રાઓ માટે 20મી માર્ચથી નોંધણી શરૂ કરી છે. નિયુક્ત કેન્દ્રો પર ઓફલાઇન નોંધણી પણ ઉપલબ્ધ છે.
Site Admin | માર્ચ 27, 2025 9:28 એ એમ (AM)
ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે સાડા સાત લાખથી વધુ યાત્રાળુઓએ ઓનલાઇન નોંધણી કરાવી.
