ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 21, 2024 7:12 પી એમ(PM)

printer

ચાઈના માસ્ટર્સ સ્પર્ધામાં ભારતીય ખેલાડી લક્ષ્ય સેન મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા

બેડમિન્ટનમાં, ચાઈના માસ્ટર્સ 2024 સ્પર્ધામાં ભારતીય ખેલાડી લક્ષ્ય સેન મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે. શ્રી સેને શેનઝેનમાં બીજા રાઉન્ડમાં ડેનમાર્કના રાસમસ ગેમકેને 21-16,21-18થી હરાવી આ સિદ્ધિ મેળવી છે. મેન્સ ડબલ્સમાં પણ ભારતીય જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રન્કીરેડ્ડી ડેનમાર્કના રાસમસ કેજર અને ફ્રેડરિક સોગાર્ડને 21-19,21-15થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી.ઉપરાંત ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય જોડી આજે બપોરે વિમેન્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં ચીનની લિયુ શેંગ અને ટેન નિંગની જોડી સામે 16-21, 11-21થી હારી ગઈ હતી. અગાઉ ટોચનાં ભારતીય ખેલાડી પી.વી. સિંધુ મહિલા સિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં સિંગાપુરનાં યેઓ જિયા મિન સામે 21-16, 17-21, 23-21થી હારી ગયાં હતાં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ