ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના 33 જેટલા કેસ નોંધાયા છે. જેમાંથી સાત જેટલા નમૂના પૂના પરિક્ષણ માટે મોકલાયા હતા જેમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવ્યો હતો.રાજ્યમાં ૨૬૦ ટીમો દ્વારા ૧૧,૦૫૦ ઘરોમાં કુલ ૫૬,૬૫૧ વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની વર્તમાન સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમિક્ષા કરી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી આ સમીક્ષા બેઠકમાં રોગચાળા નિયંત્રણ માટે સમગ્ર રાજ્યમાં સધન સર્વેલન્સ અને દવા છંટકાવ માટે ડ્રાઇવ ચલાવવા સૂચના આપવામાં આવી હતી.
રાજ્યમાં ૪,૮૩૮ કાચા મકાનો અને ઢોર-કોઠાર વિસ્તારમાં રોગ અટકાયત માટે મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવ્યું હોવાનું બેઠકમાં આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જણાવાયું હતું.
Site Admin | જુલાઇ 19, 2024 11:02 એ એમ (AM) | aakshvani | aakshvaninews | Chandipura | Gujarat | ચાંદીપુરા વાઈરસ | મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ