ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 19, 2024 7:50 પી એમ(PM) | ચાંદીપુરા

printer

ચાંદીપુરા વાઇરસને લઈને રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

એનકેફેલાઇટીસ એટલે કે ચાંદીપુરા વાઇરસને લઈને રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં સામાન્ય નાગિરકોને આ રોગના લક્ષ્ણો, સારવાર અને બચાવ વિશેની માહિતી આપવામાં આવી છે. માર્ગદર્શિકામાં કહેવાયું છે કે RNA એક વાયરસ છે, જેના સંક્રમણથી મગજનો તાવ આવે છે. આ વાઇરસ નવજાત શીશુથી માંડીને ૧૪ વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે.
ચાંદીપુરા વાઇરસ સામાન્ય રીતે સેન્ડફ્લાય માખી તેમજ મચ્છને કારણે ફેલાય છે. જે ભેજવાળા મકાનોમાં પડેલી તિરાડોમાં જોવા મળે છે. માર્ગદર્શિકામાં સ્પષ્ટતા કરાઈ છે કે આ કોઈ ચેપી રોગ નથી. તે એક બાળકમાથી બીજા બાળકમાં પ્રસરતો નથી. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે બાળકોને વાઇરસની અસર થવાની વધુ શક્યતા રહે છે. વાયરલ એન્કેફેટિલાઇટીસમાં સખત તાવ. ઝાડા ઉલટી, ખેંચ, અર્ધ બેભાન કે બેભાન થવું જેવા લક્ષ્ણો જોવા મળી શકે છે.
રોગથી બચવા માટે બાળકોને ખુલ્લી શરીરે બહાર રમવા ન મોકલવા, જુંતનાશક દવાઓને છંટકાવ કરવો, મચ્છરદાનીનો ઉપયોગ સહિતના સૂચનો અપાવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ