ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે બે બાળકો સારવાર હેઠળ છે. તમામ શંકાસ્પદ છ કેસોના નમૂના તપાસ માટે પૂણેની એનઆઈવી લેબમાં મોકલાયા છે. દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને મહિસાગર જિલ્લામાંથી પણ ચાંદીપુરમના શંકાસ્પદ કેસ મળી આવતા આ વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગરમાં આજે આરોગ્ય વિભાગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં સંબંધિત જિલ્લાઓમાં સર્વેલન્સ હાથ ધરવા આદેશ અપાયો છે.
આ ઉપરાંત જે બાળકો શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસના દર્દીઓ છે તેની યોગ્ય સારવાર આપવાની પણ સૂચના આરોગ્ય વિભાગે સંબધિત જીલ્લાઓને આપી છે.
Site Admin | જુલાઇ 13, 2024 7:55 પી એમ(PM)
ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે
