ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 23, 2024 2:20 પી એમ(PM) | હવામાન વિભાગ

printer

ચક્રવાત દાના આવતીકાલ સવાર સુધીમાં ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાત દાના આવતીકાલ સવાર સુધીમાં ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે અને તે 100 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. હાલ તે ઓડિશાના દરિયાકાંઠે 3 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને ભદ્રક જિલ્લાના ધમરા બંદર નજીક આવતીકાલે મોડી રાત્રે અથવા શુક્રવારે વહેલી સવારે જમીન પર પ્રવેશવાની સંભાવના છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આજે સવારે ભુવનેશ્વર ખાતે કેબિનેટની બેઠક યોજી હતી, જેમાં ચક્રવાત દરમિયાન અને પછી કરવામાં આવનાર રાહત અને બચાવ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે
ઓડિશા સરકારે જગતસિંહપુર, કેન્દ્રપારા, ભદ્રક અને બાલાસોરના દરિયાકાંઠાના જિલ્લાઓના વહીવટીતંત્રને હાઇ એલર્ટ પર રાખ્યું છે. અન્ય તમામ દરિયાકાંઠાના જિલ્લાઓને પણ
હાઈ એલર્ટ પર પણ રાખવામાં આવ્યા છે. સંભવિત અસરગ્રસ્ત થનારા વિસ્તારોમાંથી સ્થળાંતર કરાઇ રહ્યું છે. 14 દરિયાકાંઠાની તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ અને પડોશી જિલ્લાઓ આજથી ત્રણ દિવસ માટે બંધ રખાયા છે. રાજ્ય સરકારે આજથી ત્રણ દિવસ માટે તમામ તબીબોની રજાઓ પણ રદ કરી દીધી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ