ચક્રવાત ‘દાના’થી અસરગ્રસ્ત ઓડિશાના કેન્દ્રપારા, ભદ્રક, બાલાસોર અને જગતસિંહપુર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓમાં સામાન્ય સ્થિતિ લાવવા રાહત અને પુનઃસ્થાપન કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે.
NDRF, ODRAF, અગ્નિશમન સેવાઓ, ઉર્જા અને અન્ય વિભાગોના કર્મચારીઓ માર્ગ જોડાણ અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા 24 કલાક કામ કરી રહ્યા છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝી ભુવનેશ્વરમાં ચક્રવાત પછીની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરને ‘દાના’થી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા અને તેમના અહેવાલો સુપરત કરવા જણાવ્યું છે.
શ્રી માઝીએ જણાવ્યું હતું કે, રાજ્યએ તેનું ‘ઝીરો કેઝ્યુઅલ્ટી મિશન’ હાંસલ કર્યું છે, કારણ કે ગંભીર ચક્રવાતી વાવાઝોડાને કારણે માનવ જીવનના નુકસાનના કોઈ અહેવાલ નથી.
Site Admin | ઓક્ટોબર 26, 2024 8:34 એ એમ (AM) | દાના
ચક્રવાત ‘દાના’થી અસરગ્રસ્ત ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં રાહત અને પુનઃસ્થાપન કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ.
