રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે કહ્યું, “ચંદનના વૃક્ષોની તસ્કરી રોકવા રાજ્ય સરકાર લેઝર ફેન્સિંગનો પાઈલટ પ્રૉજેક્ટ શરૂ કરશે. તેમજ રાજ્ય સરકાર A.I. એટલે કે, કૃત્રિમ બુદ્ધમત્તા ટેક્નોલૉજીનો ઉપયોગ કરી લાકડાની તસ્કરી રોકવા વિચાર કરી રહી છે. ડાંગના સાપુતારા ખાતે આંતરરાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની વન સંરક્ષણ અંગેની બેઠકમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે રાજ્યમાં જળવાયુ પરિવર્તન ક્ષેત્રે વિશ્વની પ્રથમ વિશ્વ-વિદ્યાલયની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી હતી.
Site Admin | ફેબ્રુવારી 1, 2025 7:13 પી એમ(PM)
ચંદનના વૃક્ષોની તસ્કરી રોકવા રાજ્ય સરકાર લેઝર ફેન્સિંગનો પાઈલટ પ્રૉજેક્ટ શરૂ કરશે. – વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ
