ઘરેલુ ક્રિકેટમાં ગુજરાત ટીમના ખેલાડી ઉર્વિલ પટેલ ટી-ટ્વેન્ટી મેચમાં સૌથી ઝડપી સદી કરનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો.
આજે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ગુજરાત અને ત્રિપુરા વચ્ચે રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે ઉર્વિલ પટેલે માત્ર 28 બોલમાં સદી ફટકારી હતી. ઉર્વિલે 35 બોલમાં અણનમ 113 રન બનાવ્યા હતા. જેમાં 12 સિક્સ અને 9 બાઉન્ડ્રી ફટકારી હતી.
ત્રિપુરાએ પ્રથમ બેટિંગ કરીને 10 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતે માત્ર 10 ઓવર અને બે બોલમાં બે વિકેટે 156 રન બનાવીને આઠ વિકેટે વિજય મેળવ્યો હતો. ઉર્વિલ અને આર્યન દેસાઇની જોડીએ પ્રથમ વિકેટ માટે 150 રનની ભાગીદારી કરી હતી.
Site Admin | નવેમ્બર 27, 2024 7:27 પી એમ(PM) | ભારતીય ખેલાડી