રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬” અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂપિયા ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરાશે. આ માટે ખેડૂતો પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી ઓનલાઇન નોંધણી કરાવી શકશે
ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 20, 2024 9:05 એ એમ (AM) | Akashvani | akashvaninews | Gujarat | news | newsupdate | topnews | wheat | કૃષિ | ગાંધીનગર | ગુજરાત | ઘઉં | રવિ પાક | રાજ્ય સરકાર