ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના માર્ગદર્શન હેઠળ ગઇકાલે બોટાદમાં દિવ્યાંગ મૂલ્યાંકન શિબિર યોજાઈ ગઈ, જ્યાં દિવ્યાંગજનોને શારીરિક પડકારોમાં મદદરૂપ બનતા સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ ઉજ્જૈન એટલે કે, એલિમ્કોના ઉપક્રમે યોજાયેલી શિબિરમાં નિષ્ણાતોના અભિપ્રાય મુજબ લાભાર્થીઓને તેમની દિવ્યાંગતા અનુરૂપ નિયત કરેલા સાધનો આગામી સમયમાં નિ:શુલ્ક અપાશે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 9:48 એ એમ (AM) | કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન