ગ્રાહક, ખાદ્ય તેમજ જાહેર વિતરણ બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબહેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને રાજકોટમાં વિશ્વ માનક દિવસની ઉજવણી કરવામાં આવી ભારતીય માનક સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતીય બ્રાન્ડનું મહત્વ વધ્યું છે, જેના કારણે ભારતની અર્થવ્યવસ્થા સબળ બની છે. આજે ભારતમાં ઉત્પાદિત થતી વસ્તુઓની વૈશ્વિકસ્તરે માંગ વધી છે અને ભારતના ઉત્પાદનો પર વિશ્વનો ભરોસો વધ્યો છે.
દરેક વસ્તુની ગુણવત્તામાં માનક મહત્વનું છે. ભારતીય માનક ફક્ત ગ્રાહકોની આરોગ્યની સુરક્ષા માટે જ નહીં પરંતુ પર્યાવરણની સુરક્ષા માટે પણ કાર્યરત છે.