રાજ્ય સરકારે ગ્રામ પંચાયતો ખાતેથી મળતી નિઃશુલ્ક વાય-ફાય ઇન્ટરનેટ સુવિધાની મર્યાદા વધારીને એક કલાક કરી છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની એક યાદીમાં જણાવાયું છે કે, રાજ્યભરમાં અંદાજે આઠ હજાર ગ્રામ પંચાયતો ખાતેથી વિલેજ વાય-ફાય પ્રૉજેક્ટ અંતર્ગત નાગરિકોને હાલમાં વાય-ફાય મારફતે 30 મિનિટ નિઃશુલ્ક ઇન્ટરનેટની સુવિધા મળે છે. હવે આ સમયમર્યાદા વધારીને એક કલાક કરવામાં આવી છે.
યાદીમાં જણાવ્યા અનુસાર, હાલમાં તમામ ગ્રામ પંચાયતોને ભારતનેટ પ્રૉજેક્ટ હેઠળ ઇન્ટરનેટની સુવિધા આપવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતના નજીકના વિસ્તારોમાં વિવિધ નાગરિકલક્ષી સુવિધાઓ પહોંચાડીને ગ્રામ્યસ્તરે ડિજિટલ સાક્ષરતાનો દર વધારવા અને ડિજિટલ ડિવાઈડ ઘટાડવા પ્રયત્ન થઈ રહ્યા છે.
Site Admin | ઓક્ટોબર 30, 2024 9:54 એ એમ (AM) | free wifi | govt decision | Gujarat | wifi