ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંધાએ ટાટા સ્ટીલ માસ્ટર્સ 2025 જીત્યું

ચેસમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંધાએ ગઈકાલે રાત્રે નેધરલેન્ડ્સના વિજ્કઆન ઝી ખાતે રમાયેલા ટાઈબ્રેકરમાં રોમાંચક મુકાબલામાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન ડી. ગુકેશને હરાવીને પ્રતિષ્ઠિત ટાટા સ્ટીલ માસ્ટર્સ 2025નો ખિતાબ જીત્યો. આ વિજયથી આર. પ્રજ્ઞાનંધ 2006માં વિશ્વનાથન આનંદ પછી પ્રતિષ્ઠિત ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બન્યો.

14 ખેલાડીઓની રાઉન્ડ-રોબિન ઇવેન્ટ નાટકીય રીતે સમાપ્ત થઈ, ગુકેશ અને પ્રજ્ઞાનંધા બંને 13 રાઉન્ડ પછી 8.5 પોઈન્ટ સાથે બરાબરી પર હતા. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અણનમ રહેલા ગુકેશ પોતાની છેલ્લી ક્લાસિકલ ગેમ ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગાઈસી સામે હારી ગયા, જ્યારે પ્રજ્ઞાનંધાએ લાંબી લડાઈમાં વિન્સેન્ટ કીમર ને પરાજિત કર્યો હતો.
ટાઈબ્રેકમાં, ગુકેશે બે બ્લિટ્ઝ ગેમમાંથી પહેલી જીતી અને બીજીમાં ટાઇટલ સુરક્ષિત કરવા માટે ફક્ત ડ્રો કરવાની જરૂર હતી. જોકે, પ્રજ્ઞાનંધાએ શાનદાર વાપસી કરી, ચેમ્પિયનશિપ જીતવા માટે બંને બ્લિટ્ઝ ગેમ જીતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ