ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતીના મામલે ગોધરા પહોંચેલી સીબીઆઇની ટીમે તપાસ શરૂ કરી દીધી છે… ગઇકાલે જે ફરિયાદની નકલ અને દસ્તાવેજો હસ્તગત કરવામાં આવ્યા છે તેની તપાસ સીબીઆઇની ટીમ કરી રહી છે. આ ઉપરાંત જે નિવેદનો લેવાયા છે તેની પણ વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે..
આ કૌભાંડમાં ગોધરા સબ જેલમાં બંધ રહેલા પાંચ આરોપીઓની પુન: પૂછપરછ કરવામાટે સીબીઆઇની ટીમ અદાલતની મંજૂરી લીધા બાદ આ પાંચ આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ પણ મેળવે એવી કાયદાકીય શક્યતાઓ જણાઇ રહી છે..
Site Admin | જૂન 25, 2024 7:38 પી એમ(PM) | ગોધરા | નીટ
ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતીના મામલે ગોધરા પહોંચેલી સીબીઆઇની ટીમે તપાસ શરૂ કરી
