ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 18, 2024 7:45 પી એમ(PM)

printer

ગેટ-વે ઓફ ઈન્ડિયા, મુંબઈથી એલિફન્ટા ગુફાઓ તરફ મુસાફરોને લઈ જતી ફેરી બોટ આજે કરંજાના ઉરણ નજીક પલટી ગઈ હતી.

ગેટ-વે ઓફ ઈન્ડિયા, મુંબઈથી એલિફન્ટા ગુફાઓ તરફ મુસાફરોને લઈ જતી ફેરી બોટ આજે કરંજાના ઉરણ નજીક પલટી ગઈ હતી. એક મુસાફરનું મોત થયું છે, જ્યારે 21 મુસાફરોને બચાવી લેવાયા છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, લગભગ 60 મુસાફરો ફેરી બોટમાં હતા. હાલમાં નેવી, તટરક્ષક દળ અને મરીન પોલીસ દ્વારા બચાવ પ્રયાસો ચાલુ છે. સોશિયલમીડિયા પોસ્ટ પર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્રને શોધ અને બચાવ કામગીરી માટેઉપલબ્ધ તમામ સંસાધનો તૈનાત કરવા સૂચના આપવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ